જૂનાગઢ ૧૫ દિવસમાં ૮થી વધુ ગેરકાયદેસર હથિયાર કરાયા જપ્ત

જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર પકડાવવાનો સિલસિલો યથાવત છે. પોલીસે છેલ્લા ૧૫ દિવસમાં ૮થી વધુ ગેરકાયદૃેસર હથિયાર જપ્ત કર્યાં છે. જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ચોબારી રોડ પરથી બાતમીના આધારે એક શખ્સની ગેરકાયદેસર દેશી બનાવટની બે પિસ્તોલ સાથે ધરપકડ કરી છે.

પૂછપરછ સામે આવ્યું કે મધ્યપ્રદેશના રાજેશ ગંગા સિંઘ નામના શખ્સે સાત મહિના પહેલા પિસ્તોલ સાચવવા માટે મૂળ જામનગરનાં અબ્દૃુલ હબીબ મકરાણીને સોંપવામાં આવી હતી.

પુછપરછ બાદ અફઝલ મકરાણી નામના શખ્સની ધરપકડ કરી છે. જૂનાગઢ જિલ્લામાંથી છેલ્લા ૧૫ દિવસમાં આઠથી વધુ હથિયાર પકડાયા છે અને પુછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.