જૂનાગઢમાં ૧૨ વર્ષીય બાળકી પર પરપ્રાંતીય યુવકે આચર્યું દુષ્કર્મ

જૂનાગઢના વંથલી પંથકમાં છેલ્લા એક જ અઠવાડિયામાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી છે. બીજા બનાવમાં એક પરપ્રાંતીય યુવાને બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પીડિત સગીરાની ઉંમર ૧૨ વર્ષ છે. સગીરા એક દિવસથી ગુમ હોવાથી તેની શોધખોળ આદરવામાં આવી હતી. જે બાદમાં તપાસ કરતા સગીરા આરોપીના ઘરેથી જ મળી આવી હતી.

મળતી માહિતી પ્રમાણે આ બનાવ વંથલી વિસ્તારનો છે. જેમાં એક બાળકી એક દિવસથી ગુમ હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા બાળકી એક યુવકના ઘરેથી મળી આવી હતી. પોલીસ તપાસમાં બાળકી પર દુષ્કર્મ થયાનો ખુલાસો થયો છે. જે બાદમાં પોલીસે પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી છે. પોલીસે યુવાન પર પોક્સોની કલમ પણ લગાવી છે.

જૂનાગઢના વંથલી પંથકમાં અઠવાડિયામાં કિશોરી પર દુષ્કર્મની આ બીજી ઘટના છે. ચાર દિવસ પહેલા જ અહીં એક નવ વર્ષની માસૂમ સાથે નજીકના સંબંધીએ જ દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી પ્રમાણે વંથલીની હદમાં આવેલા વિસ્તારમા રહેતી નવ વર્ષની માસૂમ બાળકી સાથે તેના મામાની દીકરીના દીકરાએ દુષ્કર્મ આચર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW