જામનગરમાં ઝઘડો થતા ૧ મહિનાના પુત્રને છોડી માતા-પિતા પલાયન, વિસ્તારમાં દોડધામ

જામનગરથી ૨૫ કિમી દુર શાપરના પાટિયા પાસે બાવળમાં ફૂલ જેવી કોમળ બાળકીને ફેંકી દેવામાં આવી હતી. સિક્કા ગામની ૧૦૮ની ટીમે ઘટના સ્થળે પહોંચીને બાળકીને તાત્કાલિક સારવાર આપી નવજીવન આપ્યું છે. બીજી તરફ જામનગરની સરકારી હોસ્પિટલમાંથી એક મહિનાના બાળકને વૉર્ડમાં છોડીને માતા-પિતા પલાયન થઈ જતા દોડધામ મચી ગઈ હતી. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના પોલીસ સ્ટાફે બાળકના પિતાનો સંપર્ક કરી પરત લાવીને બાળક સોંપ્યું હતું. જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંગડીવાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા દિનેશભાઈ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

૧ મહિનાના પુત્રને તરછોડીને પિતાએ વતનની વાટ પકડી હતી. હોસ્પિટલ પોલીસ સ્ટાફે પિતાનો સંપર્ક કર્યો અને જામનગર આવવા માટે દબાણ કર્યું. બાળકની બીમારી અને પૈસાને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. દિનેશ એના વતન ડાંગ જતો રહૃાો હતો અને પત્ની એના માવતરે ચાલી ગઈ હતી. આ મામલે વિકાસગૃહ સમિતીના સંચાલકની મદદ લેવામાં આવી. ત્રણ બહેનો બાળકની સારસંભાળ માટે હોસ્પિટલમાં રોકાઈ હતી. શુક્રવારે એક માસના બાળક જશપાલને આઈસીસીયુમાં રાખવામાં આવ્યો હતો.

બીમાર બાળક અને પૈસના મુદ્દે ઝઘડો થતા દિનેશ અને તેની પત્ની પોતપોતાના ગામ નીકળી પડ્યા હતા. ખેત મજૂરી કરતા દંપતીએ રમેશભાઈ ગોજિયાનો સંપર્ક કર્યો. જેની વાડીમાં તે કામ કરે છે. રમેશભાઈ હજાર રૂપિયા આપ્યા તેથી સારવાર ચાલું રાખવામાં આવી. કુપોષિત બાળક અંગે ઝઘડો થતા પહેલા માતા પલાયન થઈ ગઈ. પછી દિનેશે ડાંગ તરફની વાટ પકડી. જ્યારે બાળક હોસ્પિટલમાં સારવાર અર્થે એમ જ રહૃાું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW