ગ્રાહકોના એટીએમ કાર્ડ ક્લૉન કરી છેતરિંપડી આચરતા ત્રણની ધરપકડ

જો તમે વિચારતા હો કે રોકડ રૂપિયા ચોરી થઈ શકે અથવા ક્યાંક પડી જાય તો નુકસાન થાય એટલે બને ત્યાં સુધી કાર્ડથી પેમેન્ટ કરવું તમારા નાણાંને સુરક્ષિત રાખે છે તો ચેતી જજો. કેમ કે સાયબર ક્રાઇમ દ્વારા પર્દૃાફાશ કરેલા દેશ વ્યાપી છેતરિંપડીના કૌભાંડમાં આવું જ સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે કુલ ૩ લોકોની ધરપકડ કરી છે અને તેમની તપાસમાં ચોકવનારી માહિતી સામે આવી છે.

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજની સામે આવેલી ફોર પોઇન્ટ બાય શેરાટોન હોટલના એક કર્મચારીએ જ ૪ જેટલા અતિથિઓના કાર્ડ પેમેન્ટમાં સમયે છેતરિંપડી કરી હતી. આરોપી દિગ્વિજય સિંહ પોતાની સાથે એક ક્લોન એટલે કે ડુપ્લિકેટ કાર્ડ સ્વાઈપીંગ મશીન સાથે રાખતો હતો અને એક અસલી મશીન પણ સાથે રાખતો હતો. જ્યારે પણ કોઈ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા આવે ત્યારે કાર્ડને પહેલા પોતાના નકલી મશીનમાં સ્વાઇપ કરતો હતો અને પીન નાખવાનું કહેતો હતો. નકલી મશીન પેમેન્ટ માટે એરર બતાવે પણ કાર્ડ સ્વાઇપ કરતાની સાથે જ કાર્ડનો બધો ડેટા અને પીનકોડ મશીનમાં સેવ થઇ જતો હતો.

દિગ્વિજય સિંહનું કામ પતિ જાય ત્યાર બાદૃ માસ્ટર માઈન્ડ યુવરાજ સિંહનું કામ શરૂ થતું હતું. યુવરાજસિંહ ચાઇનાની વેબસાઈટ અલી બાબા પરથી મંગાવેલા મશીન દિૃગ્વિજયસિંહને આપતો હતો. યુવરાજસિંહ પાસે કાર્ડની માહિતી આવી જાય ત્યાર બાદ તે બ્લેક્ધ કાર્ડ અથવા અન્ય કોઈ કાર્ડમાં બધો ડેટા કોપી કરીને અસલી કાર્ડની કોપી તૈયાર કરતો હતો. સુરતથી અતુલ ગેલાની નામના શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે. તે ૨૦ ટકા કમિશન લઈ એટીમમાંથી રૂપિયા ઉપાડવાનો હતો. રૂપિયા ઉપાડવામાં ઓછામાં ઓછો ૬ મહિનાનો સમય લેતા હતા કે જેથી ભોગ બનનારને યાદૃ પણ ના રહે કે કોણે આ છેતરિંપડી કરી હશે. યુવરાજસિંહ આ સમગ્ર પ્રેરણા યુટ્યુબના માધ્યમથી મેળવી હતી.

યુવરાજ માટે આખા દેશમાં ગોવામાં ૨, ગુજરાતમાં ૧ અને દિલ્હીમાં એક એમ કુલ ૪ લોકો કામ કરતા હતા. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગોવા અને કર્ણાટક પોલીસને પણ જાણ કરી છે. નોંધનીય છે કે હાલ તો ૧૧૦ જેટલા કાર્ડનું આ રેકેટ સામે આવ્યું છે અને તપાસમાં વધુ માહિતી સામે આવશે.