ગાંધીનગર મનપાની સામાન્ય સભા યોજાઇ: ભાજપમાં ભડકો

ગાંધીનગર મહાનગરપાલિકાની આજે ૬ મહિના બાદ સામાન્ય સભા યોજાઈ હતી. ૮ જેટલા ઠરાવો અંગે ચર્ચા કરી મંજુર કરવાની કાર્યવાહી સમાન્ય સભા કરવામાં આવી હતી. કર્મચારીઓની ભરતીના નિયમોના ઠરાવને મંજૂરી આપવાની બાબતે શાસક પક્ષમાજ વિરોધ ઉભો થયો હતો. શાસક પક્ષના ભાજપના સિનિયર નેતાઓએ સુધારા પ્રસ્તાવનો વિરોધ કરી મેયર પર આક્ષેપ કર્યા હતા.

કોરોના સંક્રમણ અને લોકડાઉનના પગકે ૬ મહિના બાદ સામાન્યસભા યોજાઈ હતી. સોશિયલ ડિસ્ટન્સ સાથે કોર્પોરેટર અધિકારીઓ સિવાયના કોઈપણ વ્યક્તિઓને સમાન્યસભામાં પ્રવેશ માટે બંધી રાખવામાં આવી હતી. શાસક પક્ષના સભ્યોએ સ્માર્ટસિટી પ્રોજેકટની કામગીરી અંગે માહિતી માંગતી પ્રસ્તાવ રજૂ કર્યો હતો, તો સાથે જ વિકાસની ગ્રાન્ટના નાણાંથી ખરીદવાની વસ્તુઓ ટેન્ડરના અભાવે ૪ મહિનાથી નહીં મળી હોવાની રજુઆત કરી હતી.

ચર્ચા દરમિયાન ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. ભાજપના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મનુભાઈ પટેલે મહાનગર પાલિકાના કર્મચારીઓના ભરતી અને બઢતી માટેના નિયમોમાં શાસક પક્ષની વિરૂદ્ધ જઈને ચાલી રહેલી ચર્ચામાં વિરોધ કર્યો હતો. ભાજપના સભ્ય પ્રણવ પટેલે ભરતીના નિયમોના ઠરાવ સામે સુધારા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને મતદાનમાં મુકતા કોંગ્રેસના સભ્યોએ ટેકો આપ્યો હતો.

આ મુદ્દાને લઈ ભાજપના સિનિયર સભ્ય નીતિન પટેલ, મનુ પટેલ, કાર્તિક પટેલ સહિત ભાજપના ૬ સભ્યોએ સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યો હતો. આ અંગે મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કમિશનરને ફાયદો થાય માટે મેયરે કોંગ્રેસનો ટેકો લીધો છે. દ્વેષ ભાવ રાખી આ પ્રસ્તાવ મંજુર કરાવવામાં આવ્યાના આક્ષેપ સાથે કોર્પોરેશનમાં મેયરના પતિ વહીવટ કરી રહૃાા હોવાનો આક્ષેપ કર્યો હતો. મેયરના વહીવટ બાબતે અમે મુખ્યમંત્રીને અને પ્રભારી મંત્રીને રજુઆત કરી હોવાની વાત કરી હતી.

ભાજપના સિનિયર નેતા અને કોર્પોરેટર નીતિન પટેલે પણ સભામાં સુધારા પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમારા માટે સ્થિતિ ખરાબ છે કે, ભાજપના કામ ન થાય અને કોંગ્રેસના કામ થાય છે.

અમે જે વિષય નક્કી કર્યા હતો અમારા મુદ્દા મંજૂર નથી થયા કોંગ્રેસ સાથે સંકલન કરી સમય વગર મેયરે દૃરખાસ્ત કરાવી છે. મેયર ભાજપના સભ્યોના કારણે બન્યા છે તો કોંગ્રેસનો ટેકો મેયરે ના લેવાનું જણાવી મેયર પાર્ટી વિરોધમાં કામ કરી રહૃાા હોવાનો આક્ષેપ કર્યો હતો.

આજની સામાન્ય સભામાં ભરતીના નિયમન ઠરાવ બાબતે ભાજપના જ સભ્યો આમને સામને આવી ગયા હતા. ત્યારે વિપક્ષે જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં ભાજપનો આંતરિક વિવાદૃ સામે આવ્યો છે.