ગઢડાના ઢસા ગામે ૧૫૦ જેટલા કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં ઢસા ગામે પરસોત્તમ રૂપાલાની જાહેર સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ૧૫૦ જેટલા આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. પરસોત્તમ રૂપાલાએ તેમની આગવી શૈલીમાં સભાને સંબોધન કરી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રભારી અમોભાઈ શાહ, કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઇ જેબલિયા, જિલ્લા પ્રમુખ સુરેશ ગોધાણી સહિતના આગેવાનો હાજર રહૃાા હાજર રહૃાા હતા.

કોરોનાના ડર વગર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની સલાહને માત્ર સાંભળવા પુરતી મર્યાદિત રાખવામાં આવી હોય તે પ્રકારે સભામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમના ધજાગરા થયા હતા. પરસોત્તમ રૂપાલાએ રાજય અને કેન્દ્ર સરકારની કામગીરીથી તમામ બેઠકો પર વિજય થશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW