કોરોના વાયરસની રસી આ વર્ષના અંતમાં તૈયાર થઇ શકે છે: ડબલ્યુએચઓ

દૃુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત છે. અનેક દૃેશો કોરોનાની રસી બનાવવામાં લાગ્યા છે. ત્યારે રસીને લઈને વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને એક સારા સમાચાર આપ્યા છે. ડબલ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસે કહૃાું કે એક સુરક્ષિત અને અસરકારક રસી આ વર્ષના અંતમાં તૈયાર થઈ શકે છે. આ સાથે ડબલ્યુએચઓના પ્રમુખે દૃુનિયાના તમામ નેતાઓને રસીનું સરખુ વિતરણ સુનિશ્ર્ચિત કરવા માટે કહૃાું છે.

ડબલ્યુએચઓના કાર્યકારી બોર્ડની બેઠકમાં ટેડ્રોસે કહૃાું કે આપણને રસીની જરુર છે અને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં અમારી પાસે રસી આવી જશે. આપણને એક બીજાની જરુર છે. એકતાની જરુર છે અને અમે વાયરસ સાથે લડવા માટે એક એનર્જી સાથે લડવાની જરુર છે. ડબલ્યુએચઓ ની આગેવાની વાળી કોવેક્સ ગ્લોબલ રસી ફેસિલિટીમાં ૯ એક્સપરિમેન્ટલ રસી અત્યારે પાઈપલાઈનમાં છે. ટેડ્રોસે કહૃાું કે ખાસ કરીને જે પણ રસી અને બીજા પ્રોડક્ટ પાઈપલાઈનમાં છે. આ તમામમાં સૌથી અગત્યનું કંઈ છે તો કે રસીનું સમાન વિતરણ માટે આપણા નેતાઓની રાજનીતિક પ્રતિબદ્ધતા છે.

ડબલ્યુએચઓ ની કોવેક્સ ફેસિલિટી અને ગવી વેક્સીન ગઠબંધન, કોરોનો વેક્સીન કેન્ડિડેટને એક્સેસ આપે છે. કોવેક્સની સાથે કરાર કરનારા દૃેશોને નવા વેક્સીન કેન્ડિડેટના એક વ્યાપક પોર્ટફોલિયો સુધી પહોંચવા માં મદદ મળશે. અત્યાર સુધીમાં ૧૬૮ દૃેશો કોવેક્સ ફેસિલિટીમાં સામિલ થઈ ચૂક્યા છે. જો કે ચીન, અમેરિકા અને રશિયા આમાં નથી.