કોરોના કાળમાં મંદૃીનો માર: શાકભાજીના ભાવમાં વધારો થતા લોકોની મુશ્કેલીઓ વધી

ભાવનગરમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. રોજીંદા વપરાશમાં આવતા ડુંગળી બટેટાના ભાવો આસમાને પહોંચ્યા છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ પ્રતિ કિલો ૭૦ રૂપિયા થયા છે અને બટેટાનો ભાવ પ્રતિ કીલો ૫૦ પર પહોંચ્યો છે. સામાન્ય લોકોને હાલ ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે શાકભાજીના ભાવોમાં ઉછાળો આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દેશભરમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે લોકોના ધંધા રોજગાર પર માઠી અસર પડી છે, અનેક લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે તો વેપારીઓના ધંધા રોજગાર પણ હાલ મંદ ગતિએ ચાલી રહૃાાં છે. તો બીજી બાજુ શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ ગરીબોને ખાવી મોંઘી પડી રહી છે.

કારણ છે ડુંગળીના ભાવમાં થયેલા તોતિંગ વધારો, ચોમાસામાં દરમિયાન અતિભારે વરસાદ થતાં ખેડૂતોના ખેતરમાં ઊભેલી ડુંગળીનો પાક ધોવાઈ ગયો હતો. જેના કારણે ડુંગળીની આવક ઘટતા ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહૃાો છે. શાકમાર્કેટમાં ડુંગળી હાલ ૭૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે. તો બીજી બાજુ રોજીંદા વપરાશમાં લોકો જેનો સૌથી વધુ ઉપયોગ કરે છે એવા બટાટાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. બટાકાના ભાવ પ્રતિ કિલો ૫૦ રૂપિયા પર પહોંચ્યા છે. ત્યારે ઘરનું બજેટ ખોરવાતા શાકભાજીના ભાવ ને નિયંત્રણમાં લાવવા ગૃહિણીઓની માંગ છે. સામાન્ય રીતે બટાટાનો વેપારીઓ દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવતો હોય છે. પરંતુ દેશભરમાં કોરોના મહામારીના કારણે અપાયેલા લોકડાઉનના કારણે તમામ ધંધા-રોજગાર અને માર્કેટ બંધ હોવાથી વેપારીઓ દ્વારા બટેટાનો સ્ટોક કરી શકાયો નહોતો. જેના કારણે હજારો ટન બટેટા ખરાબ થઇ જવાથી ખેડૂતોને બટેટા ફેંકી દેવાનો વારો આવ્યો હતો.

જેથી હાલ શાકમાર્કેટમાં બટેટાની આવક ઘટવાના કારણે બટાટાના ભાવમાં વધારો જોવા મળી રહૃાો છે. તો બીજી બાજુ અતિભારે વરસાદને કારણે ખેતરોમાં ઊભેલો ખેડૂતોનો ડુંગળીનો પાક ખરાબ થઈ જવાના કારણે ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળી રહૃાો છે. શાકમાર્કેટમાં બટાકાના ભાવ ૧૫ થી ૨૦ રૂપિયા પ્રતિ કિલો જ્યારે ડુંગળીના ભાવ ૧૦ થી ૧૫ રૂપિયા પ્રતિ કિલો જોવા મળતા હોય છે. પરંતુ હાલ બંને શાકભાજીની આવક ઘટવાના કારણે ભાવોમાં વધારો જોવા મળી રહૃાો છે. એકબાજુ ધંધા-રોજગાર ધીમા ચાલવાને કારણે લોકોની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે તો બીજી બાજુ શાકભાજી સહિતના ભાવમાં વધારો થતાં આવક ની સીધી અસર લોકોના રસોડા પર પડી છે. ડુંગળી ૬૦-૭૦, બટેટા ૪૫-૫૦, રીંગણા ૩૦-૪૦, લાવર ૮૦-૧૦૦, મરચા ૫૦-૬૦, ગુવાર ૯૦-૧૦૦, કારેલા ૪૦-૫૦, ટામેટા ૪૫-૫૦, કાકડી ૫૦-૬૦, દુધી ૩૦-૪૦, કોબી ૭૦-૮૦.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW