કાર-કોમર્શિયલ વાહનોનું વેચાણ ઘટ્યું, ટ્રેકટર્સનું ધૂમ વેચાણ: ફાડા

ઓટોમોબાઇલ્સ ડીલર્સની સંસ્થા ફાડાએ જણાવ્યું હતું કે ઓક્ટોમ્બરમાં પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ વાર્ષિક આધારે ૮.૮ ટકાના ઘટાડા સાથે ૨,૪૯,૮૬૦ યુનિટ રહૃાું છે. ફાડાએ કહૃાું હતું કે સપ્લાયને કારણે રજીસ્ટ્રેશનમાં ઘટાડો થયો છે. ઓક્ટોમ્બરમાં વાહનોનું રજીસ્ટ્રેશન ૫ ટક વધ્યું છે પરંતુ વાર્ષિક આધારે ૨૪ ટકાનો ઘટાડો થયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન ૧૪૪૬ આરટીઓમાંથી ૧૨૫૭ પાસેથી આંકડાઓ એકત્રિત કરે છે. ફાડા અનુસાર ઓક્ટોમ્બર ૨૦૧૯માં ૨,૭૩,૯૮૦ પેસેન્જર વાહનો વેચાયા હતા.

ઓક્ટોમ્બર માસમાં દ્વિચક્રીય વાહનોનું વેચાણ ૨૬.૮૨ ટકા ઘટીને ૧૦,૪૧,૬૮૨ યુનિટ રહૃાું છે. ઓક્ટોમ્બર ૨૦૧૯માં ૧૪,૨૩,૩૯૪ વાહનોનું વેચાણ થયું હતું. કોમર્શિયલ વાહનોનું વેચાણ પણ ઓક્ટોમ્બર ૨૦૨૦માં ૩૦.૩૨ ટકા ઘટીને ૪૪,૪૮૦ યુનિટ થયું છે જે ઓક્ટોમ્બર ૨૦૧૯માં ૬૩,૮૩૭ યુનિટ હતું. આ રીતે ત્રિ-ચક્રીય વાહનોનું વેચાણ ૬૪.૫ ટકા ઘટીને ૨૨,૩૮૧ યુનિટ છે જે ઓક્ટોમ્બર ૨૦૧૯માં ૬૩,૦૪૨ યુનિટ હતું.

ફાડા અનુસાર ઓક્ટોમ્બર ૨૦૨૦માં ટ્રેકટરના વેચાણમાં વૃદ્ધિ જોવાઈ છે અને તે ૫૫ ટકા વધીને ૫૫,૧૪૬ યુનિટ થયું છે. ગતવર્ષે સમાન સમયગાળા દરમિયાન ૩૫,૪૫૬ ટ્રેકટર વેચાયા હતા. તમામ શ્રેણીઓમાં કુલ વેચાણમાં ૨૩.૯૯ ટકાનો ઘટાડો થયો છે અને કુલ ૧૪,૧૩,૫૪૯ વાહનોનું વેચાણ થયું છે. ગતવર્ષે સમાન મહિનામાં કુલ ૧૮,૫૯,૭૦૯ વાહનોનું વેચાણ થયું હતું.

વેચાણ આંકડા અંગે અધ્યક્ષ વિનિકેશ ગુલાટીએ જકહૃાું હતું કે નવરાત્રી દરમિયાન વાહનોના રજીસ્ટ્રેશનમાં વૃદ્ધિ જોવા મળી હતી પરંતુ તેમ છતાં ઓક્ટોમ્બરમાં ઘટાડાને રોકી શકાયો નથી. તેઓએ કહૃાું હતું કે પેસેન્જર વાહનો શ્રેણીમાં નવા લોન્ચ થયેલ મોડેલની માંગ સતત વધી રહી છે. દ્વિચક્રીય શ્રેણીમાં એન્ટ્રી લેવલ મોટરસાયકલની માંગ નબળી રહી છે. સપ્લાયમાં અડચણોને કારણે મોટાભાગના વાહન ડીલર્સ પાસે સૌથી વધુ વેચનાર મોડેલ્સનો સ્ટોક માર્યાદિૃત હતો જેને કારણે ગ્રાહક માંગ પુરી કરી શકાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW