કાપોદ્રામાં લારીવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતા એએસઆઈ અને ટીઆરબી જવાન ઝડપાયા

શહેરમાં છેલ્લા લાંબા સમયથી ટ્રાફિક પોલીસની મદદ માટે તહેનાત કરવામાં આવેલા ટીઆરબી જવાન સતત વિવાદમાં આવી રહૃાા છે. આવી સ્થિતી વચ્ચે રૂપિયા લેતા હોવાની અનેક ફરિયાદ સામે આવી છે. બીજી તરફ એક ફ્રૂટનો છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક એએસઆઈ અને ટીઆરબી જવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા છટકુ ગોઠવીને બંન્ને ૧ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુરત પોલીસમાં સતત કોઇ પણ કામ માટે રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદૃો આવી છે.

ખાસ કરીને ટ્રાફિક પોલીસની મદદ માટે રખાયેલા ટીઆરબી જવાનો ખુલ્લેઆમ લૂંટ ચલાવતા હોવાની અને દૃાદૃાગીરી અંગે અનેકવાર વિવાદમાં આવતા રહે છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં શાકભાજીની ફળફ્રૂટની લારી લગાવતા લોકો પાસેથી ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાન દ્વારા મહિને ૧૦૦૦ રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદના પગલે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાયું હતું. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો.

જાગૃત નાગરિક પોતાની લારીમાં ફ્રુટ ભરીને હીરાબાગ ચાર રસ્તાથી કાપોદ્રા ચાર રસ્તા વચ્ચેના જાહેર રસ્તા પર ફ્રૂટની લારી લઇને ફ્રૂટ ધંદૃો કરે છે. જેથી ટ્રાફિક એએસઆઈ અને ટીઆરબી જવાનો જાહેર રસ્તા પર લારી રાખી ધંધો કરવાની અવેજમાં મહિને ૧૦૦૦ રૂપિયાનો હપ્તો લેતા હતા. આરોપી ટ્રાફિક શાખાના રાકેશ ફતેસીંગ ચૌધરીને મળતા તેઓએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા આરોપી ટીઆરબી જવાન સનેશ કનૈયાલાલ કુશવાહાને આપવા જણાવ્યું હતું. એસીબી પોલીસ ઇન્સપેક્ટર એસ.એન દૃેસાઇએ છટકું ગોઠવ્યું તું. જેમાં ૧૦૦૦ રૂપિયા લાંચની રકમ સ્વિકારીને એકબીજાની મદદથી ગુનો કર્યો હોવાથી અટકાયત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.