કાંકરીયા ખુલતા જ હજારો લોકોએ લીધી મુલાકાત

કાંકરીયા ખુલતા જ મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. ૧ ઓક્ટોબરે એટલે કે પ્રથમ દિવસે ૩૨૮ જ મુલાકાતી આવ્યા હતા, જ્યારે ૧૧મી ઓક્ટોબરે ૩૧૧૫ મુલાકાતીઓએ કાંકરિયાની મુલાકાત લીધી છે. દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનની આવક પણ રૂ. ૫૬૭૫ થી રૂ. ૫૧,૪૮૭ પર પર પહોંચી છે. આમ તો કાંકરિયા પરિસરમાં વિવિધ એકટીવીટી આવેલી છે, પરંતુ હાલ તેમાથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા અને બટરફલાય પાર્ક શરૂ કરાયાં છે. જેમા સૌથી વધારે લોકો પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેવાનુ પસંદ કરે છે.

ગત રવિવારે ૩૧૧૫ લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હતી. તેમાંથી ૯૪૦૪ લોકોએ પ્રાણી સંગ્રહાલય, ૮૩૨ લોકોએ બાલ વાટિકા, ૧૦૪૯ લોકોએ બટરફલાય ગાર્ડનની મુલાકાત લીધી હતી. કાંકરિયા શરૂ થયા બાદ એએમસીની આવકમાં પણ વધારો થયો છે. ૧૦ દિવસમાં કુલ ૧.૮૫ લાખ આવક થઇ છે. છેલ્લા દસ દિવસમાં એટલેકે ૧થી ૧૦ ઓકટોબર દૃરમિયાન મુલાકાતીઓ અને તંત્રની આવક પર નજર કરીએ તો