એસટી બસના ડ્રાઇવરે રસ્તામાં બસ થોભી નર્મદા નદીમાં છલાંગ લગાવતા અનેક તર્ક-વિતર્ક

ડ્રાઇવરે પોઈચા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું, બસમાં અંદાજે ૨૦ મુસાફર સવાર હતા, અચાનક બનેલી આ ઘટનાથી મુસાફરો પણ ડરી ગયા હતા.

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના એક ડ્રાઇવરે ચાલુ ફરજ દરમિયાન નદીમાં કૂદી ગયાનો બનાવ સામે આવ્યો છે. ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ અચાનક થોભાવી દીધી હતી અને બાદમાં કોઈ કંઈ પણ વિચારે તે પહેલા જ પુલ પરથી નદીમાં કૂદી ગયો હતો. આ સમગ્ર મામલે વધારે તપાસ કરવામાં આવી રહી છે. ડ્રાઇવરે રાજપીપળાથી બસ લઈને વડોદરા શહેર ખાતે આવી રહૃાો હતો.

મળતી માહિતી પ્રમાણે રાજપીપળાથી ૨૬મી ઓક્ટોબરે સાંજે ૫:૦૦ કલાકે જીજે-૧૮-ઝેડ ૫૬૩૦ નંબરની બસ લઈ ૭૪૮ બેઝ નંબર ધરાવતો ડ્રાઇવર આશિષ કુમાર રણછોડ મુંડવાડા (રહે.સંતરામપુર) પેસેન્જર લઈ વડોદરા કીર્તિ સ્તંભ જવા રવાના થયો હતો. આ દરમિયાન તેણે પોઈચા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું. બસમાં અંદાજે ૨૦ મુસાફર સવાર હતા. અચાનક બનેલી આ ઘટનાથી મુસાફરો પણ ડરી ગયા હતા. આ મામલે એસ.ટીના તંત્રને તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ફરજ દરમિયાન જે ડ્રાઇવરે નદીમાં ઝંપલાવી દેતા એસ.ટી. ડેપો મેનેજર પર બનાવ સ્થળે દોડી ગયા હતા.

ડ્રાઇવરે નદીમાં ઝંપલાવ્યાની વાત બાદ ફાયર વિભાગને જાણ કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, ડ્રાઇવરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે આશિષકુમાર સોમવારે સાંજે આશરે પાંચ વાગ્યે વડોદરા માટે મેટ્રોિંલક બસ લઈને નીકળ્યો હતો. બસમાં ૨૦ જેટલા મુસાફરો સવાર હોવાની માહિતી મળી છે.

રાજપીપળા પોલીસ સહિત રાજપીપળા ડેપો મેનેજર પોતાના અન્ય સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી જઈ આ ઘટના કેમ બની એ મામલે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW