એશિયાનાં સૌથી મોટો રોપ વેનું વડાપ્રધાન મોદી કરી શકે છેે ઉદ્ઘાટન

જૂનાગઢવાસીઓ અને પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર ઉપરનું કામ હવે પૂર્ણ આરે પહોંચ્યું છે. ગરવા ગિરનાર ઉપર સૌથી મોટો એશિયાનો રોપ વે બની રહૃાો છે અને આ રોપ-વેનું કામ હવે પૂર્ણતાને આરે પહોંચી ગયું છે. આગામી ૧૫ દીવસમાં રોપ-વેની કામગીરી મહદ અંશે પૂર્ણ થઇ જશે. તેવી આશા સાંસદ રાજેશ ચુડાસમાએ વ્યક્ત કરી હતી. ત્યારે ઓક્ટોબરના અંતમાં ગિરનાર રોપવેનું ઉદઘાટન થશે તેવું માનવામાં આવી રહૃાું છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થશે. ડિજિટલ માધ્યમથી પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ હાજર રહે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તમને જણાવી દઇએ કે,

ગિરનાર રોપ-વેનું તમામ પ્રકારનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ ચૂકી છે હવે માત્ર ફીનીશીંગ વર્ષ ચાલી રહૃાું છે, સાથે સાથે રોપ-વેની ટ્રોલીઓમાં વજન મૂકીને પરીક્ષણ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે અને આ કામગીરી ખૂબ જ સફળતાપૂર્વક પૂરી થઈ છે. હવે આગામી દિવસોમાં જરૂરી સર્ટિફિકેટની કામગીરી પૂરી કરી અને આરોગ્યનું લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ કરવામાં આવશે. જુનાગઢ રોપ-વે ની ખાસિયત જોઈએ તો ૨૩૦૦ મીટર લંબાઈ અને ૧૦૦૦ મીટર ઊંચાઇ ધરાવતો આ એશિયાનો સૌથી મોટો રોપ વે છે.

માત્ર સાત મિનિટમાં લોકો તળેટીથી અંબાજી સુધી પહોંચી જશે. ગિરનાર રોપ-વેમાં ૨૫ ટ્રોલીઓ રાખવામાં આવી છે, જેમાં એક સાથે આઠ વ્યક્તિઓ બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ બનાવવા માટે ૯ ટાવર ઊભા કરવામાં આવ્યા છે. લોઅર સ્ટેશનમાં ૩૦૦૦ વ્યક્તિઓનો સમાવેશ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે સાથે ૨૫ ટ્રોલીઓમાંથી એક ટ્રોલી પૂરી પારદૃર્શક બનાવવામાં આવી છે. અપર સ્ટેશન ઉપર પણ ૧૫૦૦ વ્યક્તિઓનો સમાવેશ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.