એરપોર્ટ પરથી ૭૦થી ૧.૨૫ લાખ સુધીની કિંમતના ૪૦ આઈફોન સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે વિદેશથી આવેલા મુસાફરની બેગની તપાસ કરતા તેમાંથી રૂ. ૪૦થી ૫૦ લાખની કિંમતના આઇફોન મળી આવ્યા છે. ૪૦ નંગ આઇફોન મુસાફર પોતાની જુદી જુદી બેગમાં મૂકીને લાવ્યા હતો. સોના બાદ હવે આઇફોનની દાણચોરીના કિસ્સા પણ વધી રહૃાા છે. કસ્ટમ વિભાગે આ મુસાફરની ધરપકડ કરીને ફોન ક્યાંથી અને કોના માટે લાવ્યો છે તેની તપાસ હાથ ધરી છે.

લોકડાઉન પછી અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પહેલી દાણચોરીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફર પોતાની જુદી જુદી બેગમાં આઇફોન મોબાઇલ લઇને આવ્યો હોવાનું કસ્ટમ વિભાગને સ્ક્રીનીંગ દરમિયાન ખબર પડી હતી. જે અંગે મુસાફરને પૂછતા તે સંતોષકારક જવાબ આપી શકયો ન હતો.

આથી કસ્ટમ વિભાગે તેની બેગની તપાસ કરતા તેમાંથી ૪૦ નંગ આઇફોન મોબાઇલ મળી આવ્યા હતા. પ્રતિ મોબાઇલ રૂ. ૭૦ હજારથી ૧.૨૫ લાખની કિંમતના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર, આઈફોન ૧૧, ૧૧ પ્રો, આઈફોન ૧૨ અને ૧૨ પ્રો મળી આવ્યા છે. જોકે આ મોટું કૌભાંડ હોવાની શક્યતાના પગલે વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW