ઇન્જેક્શન નકલી હોવાના કારણે આઈપીસીની કલમ ૩૦૪ હેઠળ કાર્યવાહી કરી નથી

રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી મુદ્દે સરકારે કોર્ટમાં રજૂ કર્યો જવાબ

રાજકોટમાં કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી અને બોગસ બિલીંગ કૌભાંડમાં રાજ્ય સરકારે કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ઇન્જેક્શન નકલી હોવાની સરકારે રજૂઆત કરી હતી. ઇન્જેક્શનની કાળા બજારી અને બોગસ બિલીંગ કૌભાંડ એફ.આઇ.આર નોંધી તપાસ ચાલુ હોવાની સરકારે રજૂઆત કરી છે. ઇન્જેક્શન નકલી હોવાના કારણે આઈપીસીની કલમ ૩૦૪ હેઠળ કાર્યવાહી કરી નથી.

સરકારે આરોપીઓ સામે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેિંટગ એક્ટ, મેનેજમેન્ટ એક્ટ અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટની વિવિધ જોગવાઈઓ બદૃલ કાર્યવાહી થઈ રહી હોવાની રજૂઆત કરી હતી. મહામારીના આ સમયમાં જીવનરક્ષક દૃવાઓની કાળા બજારી કરવા બદલ આરોપીઓ સામે આકરા પગલાં લેવાય તે અંગે પોલીસ કાર્યવાહી કરી રહી હોવાની પણ સરકારે રજૂઆત કરી હતી.

રાજકોટ પોલીસે રૂપિયા ૬,૫૦,૫૮,૩૦૦નો દૃંડ વસૂલ્યો કર્યો છે. કોર્ટે સરકારને ટકોર કરતા કહૃાું આ દૃંડની રકમ ઘણી વધારે છે. આ રમક શેમાં ઉપયોગ લેશો? કોર્ટે સરકારને કહૃાું… આ રકમનો ઉપયોગ સારા હેતુ માટે કરે. સરકાર માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનારાઓ સામે પણ કાયવાહી કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.