આબુરોડ-પાલનપુર હાઈવે પરથી ૧ કરોડના ચરસ સાથે ૨ લોકોની કરાઈ ધરપકડ

આબુરોડ પાલનપુર હાઈવે પરથી એટીએસ અને એસઓજીએ ૧ કરોડથી વધુનું ચરસ ઝડપી પાડ્યું છે. અંદાજે આ ૧૭ કિલો ચરસ સાથે એટીએસ અને બનાસકાંઠા એસઓજીએ ૨ આરોપીઓની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા: રાજસ્થાન સરહદથી ગુજરાતમાં મોટાપાયે દારૂ તેમજ માદક દ્રવ્યની હેરફેર વધી છે. જેને રોકવા માટે ગુજરાત એટીએસની ટીમ હવે સરહદી વિસ્તારોમાં એલર્ટ બની છે.

જે અંતર્ગત બનાસકાંઠા એસઓજી પોલીસને સાથે રાખી ગુજરાત એટીએસ અને એસઓજીએ સંયુક્ત રીતે ઓપરેશન પૂરૂ પાડ્યું છે. આરોપી એટીએસ અને એસઓજીએ મહારાષ્ટ્ર પાર્સિંગની કારની તપાસ કરી હતી. જેમાંથી ૧૭ કિલો જેટલું ચરસ મળી આવ્યું હતું. જેની બજાર કિંમત અંદાજે ૧ કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

જેથી એસઓજી અને એટીએસએ ચરસ સાથે ૨ આરોપીની ધરપકડ કરી છે.આબુરોડ-પાલનપુર હાઈવે પરથી એટીએસ અને એસઓજીએ ૧ કરોડથી વધુનું ચરસ ઝડપી પાડ્યુંઆ બન્ને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.