અમદાવાદ રિવરફ્રન્ટ પર બે દિવસ મોર્નિંગ વોક પર મુકાયો પ્રતિબંધ

અમદૃાવાદૃમાં મોર્નિંગ વોકર્સ માટે આજે એક ખાસ સમાચાર સામે આવી રહૃાા છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર બે દિવસ મોર્નિંગ વોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ચંદ્રનગરથી સરદાર બ્રિજ સુધી વોકિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે આ પ્રતિબંધ લગાવાયો હોવાનું સામે આવ્યું છે. પીએમ મોદી અમદાવાદ રિવરફ્રન્ટ પર બનાવેલ સી-પ્લેનના લોકાર્પણ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે તા. ૩૦ અને ૩૧ના ગુજરાત આવી રહૃાાં છે.

તા. ૩૧ના રોજ કેવડિયા કોલોનીથી પીએમ મોદૃી સી-પ્લેનમાં બેસી અમદાવાદ આવશે. ત્યારે સરદાર બ્રિજ અને ચંદ્રનગર બ્રિજ વચ્ચે નદીમાં સી-પ્લેન લેન્ડ થશે. આ બે બ્રિજ વચ્ચે બનાવાયેલા પોર્ટ પર ઉતરીને વડાપ્રધાન સીધા જ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી દિલ્હી રવાના થવાનાં છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ રિવરફ્રન્ટ પર દરરોજ અસંખ્ય લોકો મોર્નિંગ વોક માટે આવતા હોય છે, ત્યારે મોર્નિંગ વોકર્સ માટે આજે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહૃાા છે. મોર્નિંગ વોકર્સને રિવરફ્રન્ટ પર વોકિંગ માટે હાલ તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

પીએમ મોદૃીનો ૩૦ અને ૩૧મી ઓક્ટોબરનો ગુજરાત પ્રવાસ હોવાથી અત્યારથી જ સુરક્ષાના કારણોસર બે દિવસ શહેરીજનો માટે મોર્નિંગ વોક બંધ કરવામાં આવ્યો છે, જેથી તેઓ રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક નહીં કરી શકે. ખાસ કરીને ચંદ્રનગરથી સરદાર બ્રિજના રિવરફ્રન્ટ પર વોકિંગ વોક માટે પ્રતિબંધ લગાવ્યો છે. મોદીની સુરક્ષાના ભાગરૂપે મોંર્નિંગ વોકર્સ પર પ્રતિબંધ મૂકાયો છે. તમને જણાવી દઈએ કે, દૃરરોજ અસંખ્ય લોકો મોર્નિંગ વોકર્સ રિવરફ્રન્ટ પર વહેલી સવારે આવતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW