અમદાવાદ પો.કમિશનરને ફેફસામાં ઇન્ફેક્શન થતાં સીપી કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરાયા

શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની તબિયત ખરાબ હોવાથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરને તાવ આવ્યા પછી ફેફસાનું ઇન્ફેક્શન થયું હોવાથી દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત હમણાં સારી છે. પોલીસ કમિશનર કે. ડી. હોસ્પિટલમાં દાખલ હાલ કોરોના વાઇરસનું સંક્રમણ ચાલી રહૃાું છે. તેવામાં પોલીસ કમિશનરની તબિયત બગડતાં એક તબક્કે તો લોકોમાં એવી જ ચર્ચા ચાલી રહી હતી કે, પોલીસ કમિશનરને કોરોના થયો છે.

પરંતુ હકીકતમાં તેમને તાવ આવ્યો હતો અને બાદમાં ફેફસાનું ઇન્ફેક્શન થયું હતું. જેથી તેમને સારવાર માટે કે. ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત પણ સુધારા પર છે.હાલ પોલીસ કમિશનરનો ચાર્જ ક્રાઇમ જેસીપી અમિત વિશ્ર્વકર્મા પાસે૩ દિવસથી દાખલ કરાયા બાદ હાલ પોલીસ કમિશનરની હાલત સારી છે. તેમજ ટૂંક જ સમયમાં તેમને રજા પણ આપવામાં આવશે. હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ ક્રાઇમ જેસીપી અમિત વિશ્ર્વકર્મા પાસે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW