અમદાવાદના એક માઈભક્તે અંબાજી મંદિરમાં ૫૨.૭૦ લાખનું સોનું કર્યું દાન

યાત્રાધામ અંબાજીને સમગ્ર ભારતમાં સૌ પ્રથમ સંપૂર્ણ રીતે સોનાનું બનાવવાના ભાગ રૂપે દેવસ્થાન ટ્રસ્ટ તથા રાજ્ય સરકાર દ્વારા માઈ ભક્તો પોતાની યથાશક્તિ મુજબ સોનાનું દાન કરી શકે તે માટે સુવર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે મંદિૃરને સોનાનું દાન આપનાર દાતાઓ પણ આગળ આવી રહૃાાં છે. આજે અમદાવાદના એક માઈભક્તે ૫૨.૭૦ લાખની કિંમતના એક કિલો સોનાનું દાન અંબાજી મંદિરમાં કર્યું છે. હાલમાં જ રાજકોટના એક માઈ ભક્ત દ્વારા ગુરુવારે અંબાજી મંદિરમાં રૂ. ૬૮ લાખની કિંમતનું સવા કિલો સોનું અર્પણ કરવામાં આવ્યું હતું.

રાજકોટના ભક્ત દ્વારા પોતાની ઓળખને ગુપ્ત રાખીને માતાજીના ચરણોમાં સવા કિલો સોનાની ભેટ ધરવામાં આવી હતી. આ સોનાની અંદૃાજીત કિંમત ૬૮ લાખ રૂપિયાથી પણ વધુ થવા જાય છે. ભક્ત દ્વારા માતાજીની પૂજા-અર્ચના કર્યા બાદ તેમને સોનાની ભેટ ધરવામાં આવી હતી. જેનો સ્વીકાર કરીને માતાજીના ભંડારામાં ઉમેરો કરાયો હતો. ત્યારે બીજી તરફ ઈન્દૃોરના ભક્તો દ્વારા પણ માતાજીને ૧૧ લાખની કિંમતનું ૨૩૦ ગ્રામ સોનાનું છત્ર અર્પણ કરાયું હતું. ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થવા પર હવે ધીમેધીમે મંદિરમાં દાન આવવાનું શરૂ થયું છે.

આ સાથે ઈન્દૃોરના ભક્તોએ માતાજીના મંદિર પર ધજા પણ ચઢાવી હતી. અંબાજી મંદિરમાં દાન આવવા પર મંદિર ટ્રસ્ટના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહૃાા હતા. સુવર્ણમય યોજનામાં અત્યાર સુધી મંદિરને ૧૫૪ કિલો ૧૩૪ ગ્રામ અને ૮૪૯ મિલીગ્રામ સોનું મળ્યું છે. જેમાંથી ૧૪૦ કિલો ૫૨૨ ગ્રામ, ૮૩૦ મિલીગ્રામ સોનાનો ઉપયોગ કરાયો છે. જ્યારે ૧૩ કિલો ૬૧૨ ગ્રામ જેટલું સોનું દેવસ્થાન ટ્રસ્ટના ભંડારમાં જમા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW