અમદાવાદથી કેવડિયા સી-પ્લેનનું બુકિંગ એક જ દિવસમાં રોકાવું પડ્યું

વડાપ્રધાન મોદીએ ૩૧મી ઓક્ટોબરના રોજ દેશની પહેલી સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે શરૂઆતમાં જ ૧૫૦૦ લોકોએ બુકિંગ કરાવતા બુકિંગ બંધ કરવું પડ્યું હતું. સ્પાઇઝ જેટના સીઈઓ ના મતે શરૂઆતમાં જ નાગરિકોમાં સી પ્લેનનું આકર્ષણ જોવા મળી રહૃાું છે. જેના કારણે ૩૦ ઓક્ટોબરના રોજ લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરતા સર્વર બંધ થઇ જતા ટિકિટ બુકીંગ બંધ કરવાની ફરજ પડી હતી

આ સી પ્લેનમાં મુસાફરી માટે પ્રવાસી પાસેથી આવન જાવન માટે ૩ હજાર રૂપિયા ટિકીટ રાખવામાં આવી છે. ઉડાન યોજના અંતર્ગત એક તરફનું ભાડું ૧૫૦૦ રૂપિયા રાખવામાં આવ્યું છે. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦થી ઓનલાઈન ટિકિટ બુકિંગ શરુ થઈ ગયું છે. સી-પ્લેન મારફતે અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું ૨૦૦ કિલોમીટરનું અંતર કાપતા અંદાજે ૫૦ મિનિટ જેટલો સમય લાગશે.

અમદાવાદથી દરરોજ સવારે ૧૦:૧૫ કલાકે સી પ્લેન ઉડાન ભરશે અને ૧૦:૪૫ કલાકે કેવડિયા પહોંચશે, જ્યારે કેવડિયાથી ૧૧:૪૫ કલાકે ઉડાન ભરીને ૧૨:૧૫ કલાકે અમદાવાદ પહોંચશે. આ સીપ્લેન ફરી ૧૨:૪૫ કલાકે અમદાવાદથી ઉડાન ભરશે અને બપોરે ૧:૧૫ કલાકે કેવડિયા પહોંચશે, કેવડિયાથી ફરી બપોરે ૩:૧૫ કલાકે ઉડાન ભરીને ૩:૪૫ કલાકે અમદાવાદ પહોંચશે.