પ્રદુષણની સમસ્યાનો ઉકેલ એક દિવસમાં નહીં આવી શકે, સતત પ્રયાસની જરૂર: જાવડેકર

ઈલેક્ટ્રોનિક વાહનોથી પ્રદુષણ ઘટશે, લોકો તેને ધીરે-ધીરે પસંદ કરી રહૃાા છે

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારના રોજ કહૃાું કે પ્રદુષણની સમસ્યાનો ઉકેલ એક દિવસમાં લાવી શકાય તેમ નથી. પ્રદુષણ ફેલાવનારા દરેક પરિબળો સામે લડવા માટે સતત પ્રયત્ન કરતા રહેવાની જરૂર છે. ફેસબૂક લાઈવ કાર્યક્રમ દ્વારા લોકો સાથે વાતચીત કરતા તેમણે કહૃાું કે દેશમાં વાયુ પ્રદુષણ પાછળના મુખ્ય પરિબળો પરિવહન, ઉદ્યોગ, કચરો, ધૂળ, પરાળી, ભૂગોળ તેમજ મોસમી દિશાઓ છે.

પર્યાવરણ મંત્રી જાવડેકરે કહૃાું કે, પ્રદુષણની સમસ્યાનો ઉકેલ એક દિવસમાં લાવવો શક્ય જ નથી. તેના માટે સતત પ્રયત્નશીલ રહેવાની જરૂર છે. ઈલેક્ટ્રોનિક વાહનોને લોકો ધીરે-ધીરે પસંદ કરી રહૃાા છે અને ભારતમાં અત્યારે બે લાખ ઈલેક્ટ્રોનિક વાહનોનો વપરાશ થઈ રહૃાો છે. હું ખૂદ વાહનોનો ઉપયોગ કરું છું. હું તેમને મારા ઘરે જ ચાર્જ કરું છું. હું પોતે પણ ઈ-સ્કૂટી ચલાવું છું.

પ્રકાશ જાવડેકરે કહૃાું કે, સરકાર બીએસ છ ઈંધણ લઈને આવી, જેણે વાહનોના ઉત્સર્જનને ૬૦ ટકા સુધી ઘટાડી દીધી છે. વાહનોથી ફેલાતા પ્રદુષણને ઘટાડવા માટે સરકાર મેટ્રો અને ઈ-બસોને લઈને આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW