યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દશેરા નિમિત્તે કન્યા પૂજન કર્યું

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધઆન યોગી આદિત્યનાથે રવિવારે ગોરખનાથ મંદિરમાં કન્યાઓની પૂજા કરી હતી. કોવિડ -૧૯ જોગવાઈઓ હેઠળ કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન સામાજિક અંતરનું પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા કન્યા પૂજનકન્યા પૂજન બાદ મુખ્ય પ્રધાન યોગીએ મીડિયા સમક્ષ સમગ્ર રાજ્યને વિજયદશમીની શુભેચ્છા પાઠવી હતી.મુખ્યપ્રધાન યોગીએ કહૃાું કે વિજયાદશમીનો તહેવાર સત્ય, ન્યાય અને ધર્મની જીતનું પ્રતિક છે. મુખ્યપ્રધાને કહૃાું કે, વિજયાદશમીની વિજય હંમેશા એવા લોકોને પ્રેરણા આપે છે જે સત્યના માર્ગ પર ચાલે છે અને ન્યાયનું માર્ગદર્શન આપે છે.

મુખ્યપ્રધાન યોગીએ કહૃાું કે રામરાજ્યમાં જ્ઞાતિ, અભિપ્રાય અને ધર્મનું કોઈ સ્થાન નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ દરેકનો વિકાસ છે. તેમણે કહૃાું કે, ઉત્સવ જીવનમાં સુખ, સમૃદ્ધિ લાવે છે પરંતુ ઉત્સાહમાં જોશ ગુમાવવાની જરૂર નથી. કોરોનાથી બચવા માટે માસ્ક જરુરી છે.