ફિલેન્ડના મહિલા વડાપ્રધાને ગ્લેમરસ ફોટોશૂટ કરાવતા વિવાદૃ

ફિનલેન્ડના માત્ર ૩૪ વર્ષના મહિલા વડાપ્રધાન સના મારીન તેમની સુંદરતા અને સૌથી નાની વયના રાષ્ટ્રાધ્યક્ષને લઈને જાણીતા છે. પરંતુ તાજતેરમાં જ તેઓ પોતાના ગ્લેમરસ ફોટાના કારણે ચર્ચાનો વિષય બન્યા છે. સના મારીનાએ ફેશનપત્રિકાના ઈન્સ્ટાગ્રામ માટે પડાવેલા ગ્લેમરસ ફોટોને લઈને વિવાદ ઉભો થયો છે.

સના મારીનના આ પ્રોફેશનલ વર્તન અંગે સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઇ છે. કેટલાક લોકો મારીનની ટીકા કરી છે તો અનેક લોકો તેમના સમર્થનમાં પણ આવ્યા હતા. એક તસ્વીરમાં વડાપ્રધાન સના લો કટ બ્લેઝર પહેર્યુ હતું. ટીકાકારોએ લખ્યું છે કે, આ પોશાક શરીરનું અંગ પ્રદર્શન કરનારો છે. તેની ઉંમરની મહિલાની સરખામણીમાં પ્રોફેશનલ અંદાજ જણાતો નથી.

સના આમ તો વિવિધ પરીધાનની શોખીન છે પરંતુ ફેશન પત્રિકા માટેની તસ્વીર કેટલાક લોકોને પસંદ આવી નહી. થોડાક સમય આ ટ્રેન્ડ ચાલ્યો એ પછી અનેક યુવતીઓ આઇએમ વીથ સના હેશ ટેંગ સાથેની પોસ્ટ કરીને સમર્થનમાં આવી હતી. જોકે ઘણા પુરુષો અને મહિલાઓએ સના જેવા બ્લેઝર પહેરેલા ફોટા પણ પોસ્ટ કર્યા હતા. કેટલાકે તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પૂતિનની ટોપલેસ તસ્વીરોનો દાખલો આપીને સનાનો વિરોધ થવો જોઇએ નહી એવી દલીલ કરી હતી. સના પોતે ઇન્સ્ટગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં પોતાના અને પરીવારના ફોટા પોસ્ટ કરતી રહે છે.

થોડા સમય પહેલા જ બોયફેન્ડ માર્કસ ટકિસડો સાથે લગ્ન કર્યા હતાં. આ દૃરમિયાન તેમણે પહેરેલા વેડિંગ ગાઉનની તસ્વીર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. સના મોટી સંખ્યામાં ફેન ફોલોવર ધરાવે છે પરંતુ હાલમાં ફેશન પત્રિકા માટે ફોટા પડાવતા વિવાદ થયો છે. યૂરોપના નાનકડા દૃેશ ફિનલેન્ડની કમાન યુવા મહિલાઓના હાથમાં છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીની સાના મારીન ૩૪ વર્ષની નાની ઉંમરે વડાપ્રધાન પદ સંભાળે છે. સના માત્ર ફિનલેન્ડ જ નહી વિશ્ર્વની સૌથી નાની ઉંમરની વડાપ્રધાન છે.