હવે સંપત્તિના વિવાદમાં પણ દુષ્કર્મ થઇ રહૃાા છે: રાજસ્થાન ડીજીપી

પીડિતાને ન્યાય મળવામાં મોડું થાય તે પણ એક ગંભીર મુદ્દો છે

દૃેશમાં હાથરસ સહિત જુદૃા-જુદૃા ભાગોમાં દૃુષ્કર્મની ઘટનાઓથી લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. આ બધાની વચ્ચે રાજસ્થાનના ડીજીપી ભૂપેન્દ્રિંસહ યાદવે વધતા રેપ કેસને લઇ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહૃાું કે હવે સંપત્તિના વિવાદ અથવા પરસ્પર ઝઘડાનો બદલો લેવા માટે પણ દૃુષ્કર્મના ક્રોસ કેસ નોંધાઇ રહૃાા છે, જે એક નવો ટ્રેન્ડ બની રહૃાો છે. પીડિતાને ન્યાય મળવામાં મોડું થાય છે તે પણ એક ગંભીર મુદ્દો છે.

ડીજીપી ભુપેન્દ્રિંસહ યાદવે કહૃાું કે ઇન્ટરનેટ પર ગુનાહિત સામગ્રીઓ પણ મોટાપાયે પ્રસારિત થઇ રહી છે, જે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. પોલીસે પોતાના સ્તર પર ડઝનબંધ સાઇટ્સને હટાવી દૃીધી છે. સાઇટ્સને હટાવ્યા બાદ પણ નવી-નવી સાઇટ્સ બની જાય છે, જેના પર પોલીસ વિભાગ સંપૂર્ણ નિયંત્રણ કરવાની કોશિષ કરી રહૃાું છે.

ડીજીપી ભૂપેન્દ્રિંસહ યાદવે કહૃાું કે રાજસ્થાનમાં િંહસક ગુનાઓ વધી રહૃાા છે. તેના ઘણા બધા કારણો હોઇ શકે છે, જેમાં વસતી, બેરોજગારી અને ઇન્ટરનેટ પરથી ગુનાહિત પ્રવૃત્તિઓ માટે પ્રેરણા લેવાનો સમાવેશ થાય છે. પોલીસ બાળકોને શક્ય તેટલું શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહૃાું છે અને પરિવારના સભ્યોને પણ આ સંદૃર્ભમાં સમજાવવું જોઈએ કે ઇન્ટરનેટનો ઉપયોગ ફક્ત સકારાત્મક કાર્યો માટે જ કરવામાં આવે.

ડીજીપી ભૂપેન્દ્રિંસહ યાદૃવે કહૃાું કે સાયબર ક્રાઈમ અટકાવવા માટે એક નવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહૃાો છે અને એક નવો સેલ બનાવવામાં આવ્યો છે જેમાં બહારના નિષ્ણાતો પણ સામેલ છે. સોશિયલ મીડિયા દ્વારા થતા ગુનાઓ પર નજર રાખવામાં આવશે અને અલબત્ત સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવેલા ગુનાઓ પર લગામ લગાવવી ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.