ફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો દાવો, એક્સપર્ટે કહ્યું- આ લિસ્ટને સાચું માનીને દવાઓ લેવી તે જીવલેણ સાબિત થઈ શકે છે

શું થઈ રહ્યું છે વાઈરલઃ સોશિયલ મીડિયા પર દવાઓનું એક લિસ્ટ વાઈરલ થઈ રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવાઓ કોવિડ-19થી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવનારા લોકો માટે રામબાણ છે.

અમારી ફેક્ટ ચેક ટીમના વોટ્સઅપ નંબર પર પણ ઘણા રીડર્સે આ લિસ્ટ ચકાસણી માટે મોકલ્યું છે.

સત્ય શું છે ?

  • દેશની ટોપ રિસર્ચ સંસ્થા ICMRની ઓફિશિયલ વેબસાઈટ પર અમને આવું કોઈ લિસ્ટ મળ્યું નથી. અમે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પણ ચેક કરી. ત્યાં પણ કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવનારા દર્દીઓ માટેની દવાઓનું અલગથી કોઈ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી.
  • જ્યારે એ સ્પષ્ટ થયું કે વાઈરલ થઈ રહેલું લિસ્ટ કોઈ જવાબદાર સંસ્થાએ જાહેર કર્યું નથી. તો અમે તપાસના અાગામી તબક્કામાં એ શોધવાનું શરૂ કર્યું કે લિસ્ટમાં સામેલ દવાઓ કેટલી યોગ્ય છે. તેના માટે અમે ડાયાબેટોલોજિસ્ટ ડો.રાજેશ અગ્રવાલનો સંપર્ક કર્યો.
  • ડો.રાજેશ અગ્રવાલે લિસ્ટમાં આપવામાં આવેલી દરેક દવાના ઉપયોગ વિશે જણાવ્યું. આ સિવાય એ પણ જણાવ્યું કે તેને કોવિડ-19ની સારવાર સાથે કેટલો સંબંધ છે.
  • વાઈરલ લિસ્ટમાં સૌથી પહેલા હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટને બધા માટે લેવી અનિવાર્ય કરવામાં આવી છે. આ ટેબલેટ લીધા પછી જ ઉલ્ટી થવી, એસિડિટી અને ચક્કર આવવા જેવી સાઈડ ઈફેક્ટ પ્રકાશમાં આવી છે. આ કારણે તેને ડોક્ટરની સલાહ પછી જ લેવી જોઈએ.