’નાયકા’ કંપનીમાં કેટરીના કૈફ બાદ આલિયાએ પણ કર્યું રોકાણ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે એક નવી જર્ની સ્ટાર્ટ કરી છે. ફિલ્મો સિવાય આલિયાએ ખુદની યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી, ખુદનું પ્રોડક્શન હાઉસ સ્ટાર્ટ કર્યું અને હવે આલિયા ભટ્ટ ઇન્વેસ્ટર બની છે. લાઇફસ્ટાઇલ રિટેલર નાયકા કંપનીમાં આલિયા ભટ્ટે રોકાણ કર્યું છે. આ કંપનીમાં કેટરીના કૈફ પછી ઈન્વેસ્ટ કરનારી આલિયા બીજી સેલિબ્રિટી છે. રોકાણની રકમ જાહેર થઇ નથી. આલિયાનું ઇન્વેસ્ટર ફેમિલીમાં સ્વાગત કરતા કંપનીના ફાઉન્ડર અને સીઈઓ ફાલ્ગુની નાયરે કહૃાું કે, ’આલિયા અને મારે ઘણી રસપ્રદ ચર્ચા થઇ હતી કે કઈ રીતે તે અને નાયકા ૨૦૧૨માં લોન્ચ થયા હતા. તેણે કહૃાું હતું કે તે ત્રણ કારણોને લીધે આ કંપનીમાં રોકાણ કરી રહે છે. પહેલું તો કે કંપની ભારતીય મૂળ ધરાવે છે, બીજું કે એક મહિલાએ તેની સ્થાપના કરી છે અને ત્રીજું કે આ કંપની એ પુરાવો છે કે ભારત દુનિયાને બેસ્ટ આપવા સક્ષમ છે.

૨૦૧૨માં ફાલ્ગુની નાયરે નાયકા ઈ કોમર્સ વેબસાઈટ રૂપે શરૂ કરેલ હતી અને આજે તેની વેબસાઈટ, એપ અને રિટેલ આઇટલેટ્સ પણ છે. કેટરીના કૈફે આ કંપનીમાં રોકાણ કર્યું છે. ત્યારબાદ આલિયા આ કંપનીમાં રોકાણ કરનારી બીજી સેલેબ્રિટી છે. કેટરીના કૈફની કોસ્મેટિક બ્રાન્ડ માત્ર નાયકા પર જ અવેલેબલ છે. આ માટે તેણે કંપની સાથે પાર્ટનરશિપ કરી છે. જૂન, ૨૦૧૯માં આલિયા ભટ્ટે તેની પોતાની યુટ્યુબ ચેનલ ‘લોન્ચ કરી હતી. ખુદૃની યુટ્યુબ ચેનલ શરૂ કરનારી આલિયા પહેલી બોલિવૂડ સેલેબ હતી. ત્યારબાદ તો આ લિસ્ટમાં ગોવિંદા, સલમાન ખાન, જેકલીન ફર્નાન્ડિઝ, માધુરી દીક્ષિત, અર્જુન કપૂર અને રકુલપ્રીત સિંહ સહિત ઘણા સ્ટાર્સ સામેલ થયા. આલિયાની આ યુટ્યુબ ચેનલના હાલ ૧૪ લાખથી વધુ ફોલોઅર્સ છે. આલિયા તેની ચેનલ પર પોતાની ફિલ્મોના બિહાઇન્ડ ધ સીન અને સેટ પર થનારી મસ્તીના વીડિયોઝ, તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી મહત્ત્વની વાતો, તેના ફિટનેસ સિક્રેટ, તેની લાઇફસ્ટાઇલ અને અમુક ઈમ્પોર્ટન્ટ ટોપિક પરના વીડિયો શેર કરે છે.