સેંકડો સુપરસ્ટાર આવશે પણ તેના જેવો ફરીથી નહીં આવે

કરિનાએ આ સૈફના વખાણ કરતાં કહૃાું

કરિના કપૂર હાલમાં બોલિવૂડની એક ટોપ અભિનેત્રી છે અને તેનું નામ પણ એક આદૃર સાથે લેવામાં આવે છે. ત્યારે હવે ફરી એકવાર સૈફના વખાણ કરવાને લઈ કરિના ચર્ચામાં આવી છે. અભિનેત્રી કરિના કપૂર ખાનને તેના પતિ સૈફ અલી ખાન પર ખૂબ ગર્વ છે અને તે માને છે કે તેમના જેવું આ દૃુનિયામાં કોઈ નથી. કરિનાએ ૨૫ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં રહીને કેવી રીતે કારકિર્દૃીનો ગ્રાફ આગળ વધાર્યો છે તેની વાત કરતાં કરતાં સૈફ અલી ખાનની ખૂબ પ્રશંસા કરી હતી. સૈફની પ્રશંસા કરતાં કરિનાએ કહૃાું કે,

સૈફ ખૂબ જ નિર્ભીક અભિનેતા છે. ભવિષ્યમાં સેંકડો સુપરસ્ટાર આવશે પરંતુ તેના જેવો ફરીથી કોઈ નહીં આવે. તે ખૂબ જ અલગ રીતે વિચારે છે અને દરેક વસ્તુઓની દ્રષ્ટિએ તેની પસંદગીઓ ખૂબ જ અલગ છે. વાતચીત દરમિયાન કરિનાએ સેક્રેડ ગેમ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. કરિનાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, ૨૫ વર્ષ કોર્મશિયલ ફિલ્મોમાં કામ કર્યા પછી, સૈફે સેક્રેડ ગેમ્સ કરીને આખી વાત બદલી નાખી.

આ એક વાત એવું વલણ શરૂ થયું જેનાથી ભારત એક વૈશ્ર્વિક મંચ પર આવ્યું. જ્યાં સુધી ઓટીટીમાં કરિનાની એન્ટ્રીની વાત છે, ત્યાં સુધી કે તેણે કહૃાું હતું કે, મને હજી સુધી આવું કંઈ મળ્યું નથી અને મારે હજી તેમાં રસ લેવો નથી. ઉલ્લેખનીય છે કે કરિના અને સૈફ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહૃાા છે. તે બંનેનો ત્રણ વર્ષનો પુત્ર છે જેનું નામ તૈમૂર અલી ખાન છે.