’બધાઈ હો’ની સીક્વલમાં રાજકુમાર રાવ-ભૂમિ પેડનેકર, આવતા વર્ષે શરૂ થશે શુટિંગ

ફિલ્મમાં રાજકુમાર રાવ દિલ્હી પોલીસના રોલમાં જોવા મળશે. મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકુમાર રાવ એકમાત્ર પુરુષ છે. ભૂમિ પેડનકેર સ્કૂલમાં પીટી ટીચરના રોલમાં છે. ’બધાઈ દો’ને ’બધાઈ હો’ના રાઈટર અક્ષત તથા સુમન અધિકારીએ લખી છે. ફિલ્મને હર્ષવર્ધન કુલકર્ણી ડિરેક્ટ કરશે. ’બધાઈ હો’ને અમિત શર્માએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મ અંગે વાત કરતા રાજકુમાર રાવે કહૃાું હતું, ’આ ફિલ્મ મારા માટે ઘણી જ ખાસ છે. આ પાત્રમાં ઘણી બધી ખૂબીઓ રહેલી છે. તૈયારીની વાત કરવામાં આવે તો હું મારા પાત્રની મારી રીતે તૈયારી કરતો હોઉં છું.

બધાઈ દો’નું પાત્ર યુનિક છે. દર્શકોને આ ફિલ્મમાં સરપ્રાઇઝ મળશે. વધુમાં રાજકુમાર રાવે કહૃાું હતું, ’બધાઈ દો’ અંગે ચાહકોને વધુ પડતી અપેક્ષાઓ હશે અને અમે તેમની આ અપેક્ષાઓ પૂરી કરવાનો પૂરતો પ્રયાસ કરીશું. આ ફિલ્મની વાર્તા ’બધાઈ હો’ કરતાં તદ્દન અલગ છે પરંતુ યુનિક છે. દર્શકોને ફિલ્મ જોવાની ઘણી જ મજા આવશે. ભૂમિ પેડનેકરે ’દમ લગાકર હઈશા’ તથા ’પતિ પત્ની ઔર વો’માં ટીચરનો રોલ પ્લે કર્યો હતો. હવે તે ’બધાઈ દો’માં પણ ટીચરના રોલમાં જોવા મળશે. ભૂમિએ કહૃાું હતું,

મેં મારી અગાઉની ફિલ્મમાં વિવિધ રોલ પ્લે કર્યા છે. ’બધાઈ દો’નો રોલ મારા માટે ખરા અર્થમાં સ્પેશિયલ છે. મને ફિલ્મની સ્ક્રિપ્ટ ઘણી જ પસંદ આવી હતી અને ફિલ્મનો સબ્જેક્ટ ઘણો જ રિલેવન્ટ છે. હું પહેલી જ વાર રાજકુમાર રાવ સાથે કામ કરવાની છું અને આ વાત પર ઘણી જ ઉત્સાહી છું. ’બધાઈ હો’ મારી ફેવરિટ ફિલ્મ રહી છે અને હવે આ જ ફિલ્મની સીક્વલમાં કામ કરવાની તક મળી છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW