પત્ની આલિયા સાથે તલાકનો કેસ લડી રહેલા નવાઝુદ્દીનને કહૃાું ’હું મારી દીકરીને ખૂબ પ્રેમ કરું છું’

નવાઝુદ્દીન સિદ્દીકીની અંગત જિંદગી અત્યારે ચર્ચાઓમાં છે. તેની પત્ની આલિયાએ થોડા મહિના પહેલા તેમના પર ઘણાં આરોપ લગાવીને તલાક માટે અરજી કરી હતી. ત્યારથી આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન નવાઝે તલાકના કેસની વચ્ચે એક ઇન્ટરવ્યુમાં તેના બાળકો વિશે કેટલીક વાતો કહી છે. પિકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં નવાઝે કહૃાું કે, ’’હું મારી અંગત બાબતો પર કંઈ બોલવા નથી માગતો પરંતુ હા, હું એટલું જરૂરથી કહીશ કે મને આશા છે કે, હું મારા બાળકો પ્રત્યેનીજવાબદારી નિભાવી શકું. હું મારી દીકરીને ખૂબ પ્રેમ કરું છું. નવાઝ અને આલિયાને બે બાળકો છે. તેમાંથી એક પુત્રી શોરા છે અને પુત્રનું નામ યાની છે. આ પહેલા અગાઉ એક ઈન્ટરવ્યુમાં આલિયાએ કહૃાું હતું કે, તેઓ એકલા તેમના બાળકોની કસ્ટડી માગે છે.

તેમને કહૃાું હતું કે- મેં તેમને મોટા કર્યા છે તો હું જ તેમની કસ્ટડી લઈશ. નવાઝુદ્દીન સિદ્દીકી પર તેની પત્ની આલિયા સિદ્દીકીએ આ વર્ષે મે મહિનામાં લેખિત ફરિયાદ નોંધાવીને બળાત્કાર અને છેતરપીંડીનો આરોપ લગાવ્યો હતો. આ ફરિયાદ મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફાઈલ કરવામાં આવી હતી.આલિયાએ નવાઝુદ્દીન પાસેથી કોર્ટમાં તલાક માટે અરજી કરી છે. ત્યારબાદથી આ બંને વચ્ચે ઘણી દલીલો થઈ છે. નવાઝુદ્દીનના ભાઈ શમ્સ પર પણ આલિયાએ તેની સાથે છેડતીનો આરોપ લગાવ્યો હતો. શમ્સે દાવો કર્યો હતો કે આલિયા નાણાકીય લાભ માટે આ બધું કરી રહી છે. જોકે એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ આ બધા આરોપો નકારી દીધા હતા.

૨૭ જુલાઈએ આલિયાએ નવાઝ સહિત તેની માતા અને ૩ ભાઈઓ પર મારપીટ અને ત્રાસ આપવો જેવા ગંભીર આરોપ લગાવીને મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફાઈલ કરાવી હતી. નવાઝ અને આલિયાના લગ્નને ૧૦ વર્ષ થઈ ગયા છે. પરંતુ આલિયાના અનુસાર, લગ્નના એક વર્ષ બાદથી જ તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવવા લાગી હતી. જોકે, તેણે પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આલિયાના જણાવ્યા પ્રમાણે, નવાઝે હંમેશાં તેને એ જ ફીલ કરાવ્યું કે તે કંઈ પણ કરી શકે તેમ નથી. નવાઝ તેને અન્ય લોકો સામે બોલવા પણ દેતાં નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW