તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ગોગીને ટપોરીઓએ આપી મારી નાખવાની ધમકી, ફરિયાદ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોગીનો રોલ પ્લે કરનાર સમય શાહ પર તેની બિલ્ડિંગમાં કેટલાક યુવકોએ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમય શાહની માતાએ કહૃાું હતું કે આવું પહેલીવાર બન્યું નથી. ભૂતકાળમાં પણ આવું થયું હતું. મુંબઈ, બોરીવલીમાં રહેતો સમય શાહ પોતાના ઘરની બહાર હતો ત્યારે આ બનાવ બન્યો હતો. સમયે ઈન્સ્ટા સ્ટોરીમાં બનાવ અંગેની વાત તથા સીસીટીવી ફુટેજની એક ક્લિપ શૅર કરી હતી. સમય શાહે કહૃાું હતું, આ વ્યક્તિ બે દિવસ પહેલા મારી બિલ્ડિંગમાં આવ્યો હતો અને કોઈ પણ જાતના કારણ વગર મને ગાળો બોલવા લાગ્યો હતો.

મને ખ્યાલ નથી કે આ કોણ છે? મને ગાળો આપવા પાછળનું કારણ પણ મને ખબર નથી અને મને કયા કારણોસર ગાળો આપવામાં આવી તે ખ્યાલ નથી. તેણે મને ધમકી આપી હતી કે તે મને જાનથી મારી નાખશે. હું માનું છું કે મારી સાથે કે મારા પરિવાર સાથે કંઈક બને તો તેની માહિતી ચાહકોને હોય અને તેથી જ હું આ વાત કહું છું. આભાર. શાહે કહૃાું હતું, ૨૭ નવેમ્બરના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ હું શુટિંગ પૂરું કરીને મારા ઘરે પરત ફર્યો હતો. અચાનક જ એક છોકરો મારી પાસે આવ્યો અને તેણે મને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. હું કંઈ સમજુ તે પહેલા તેણે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મેં તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે મારી વાત સાંભળવા તૈયાર નહોતો. મેં તરત જ સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો હતો અને મારા ઘરે ફોન કર્યો હતો. પછી તે તરત જ ત્યાંથી ભાગી ગયો હતો. સાચું કહું તો હું આવી નાની-મોટી ધમકીથી ડરતો નથી પણ મારો પરિવાર ઘણો જ ડરી ગયો છે. ફેમિલી મેમ્બર્સને સંભાળવા થોડાં મુશ્કેલ છે. અમે બોરિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સીસીટીવી ફુટેજ પરથી પોલીસે તપાસ શરૂ કરી છે. આશા છે કે તેઓ જલ્દી પકડાઈ જશે અને મને પણ ખબર પડી જશે કે આખરે તેઓ ઈચ્છે છે શું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW