Sunday, January 17, 2021
Home Entertainment ઇમરાન ખાનની પત્ની અવંતિકાએ સોશિયલ મીડિયા પર લખ્યું, લગ્ન અને ડિવોર્સ બંને...

ઇમરાન ખાનની પત્ની અવંતિકાએ સોશિયલ મીડિયા પર લખ્યું, લગ્ન અને ડિવોર્સ બંને કઠિન છે

આમિર ખાનના ભત્રીજા અને બોલિવૂડ એક્ટર ઇમરાન ખાનની પત્ની અવંતિકા મલિકની લગ્ન અને ડિવોર્સ પર શેર કરેલી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. અવંતિકાએ તેની પોસ્ટમાં લગ્ન અને ડિવોર્સનો ઉલ્લેખ કરીને જિંદગીના અન્ય પાસાઓ પર પણ વાત કરી છે. તેણે લખ્યું કે, લગ્ન કઠિન છે, ડિવોર્સ કઠિન છે, તમે તમારો કઠિન રસ્તો પસંદ કરો. મેદસ્વીતા કઠિન છે. પરંતુ આપણે આપણો કઠિન માર્ગ પસંદ કર્યો છે. સમજદારીથી પસંદગી કરો. દેવામાં હોવું કઠિન છે. આર્થિક રીતે સધ્ધર હોવું કઠિન છે. તમે તમારો કઠિન માર્ગ પસંદ કરો. કમ્યુનિકેશન રાખવું કઠિન છે.

કમ્યુનિકેશન ન રાખવું કઠિન છે. તમે તમારો કઠિન માર્ગ પસંદ કરો. જિંદગી ક્યારેય સરળ નથી. આ હંમેશાં કઠિન છે. પરંતુ આપણે આપણો કઠિન માર્ગ પસંદ કરવાનો છે. સમજદારીથી પસંદગી કરો. ઇમરાન- અવંતિકાનાં લગ્નજીવનમાં છેલ્લા બે વર્ષથી જ કઈ ઠીક ન હોવાના સમાચાર આવી રહૃાા છે. ૨૪ મે ૨૦૧૯ના રોજ અવંતિકા ઇમરાનનું ઘર છોડીને અલગ રહેવા જતી રહી હતી. તે તેની દીકરી ઇમારા સાથે તેનાં માતાપિતાના ઘરે રહે છે. બંનેના પરિવારે ઇમરાન અને અવંતિકા વચ્ચે બધું સરખું કરવા પ્રયત્ન કર્યા પણ વાત સેટ થઇ નહીં. ઇમરાન અને અવંતિકા ૨૦૧૧માં લગ્નનાં બંધનમાં બંધાયાં હતાં.

૨૦૧૪માં તેમની દીકરી ઇમારાનો જન્મ થયો. લગ્ન પહેલાં બંનેએ ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ઇમરાને ૨૦૦૮માં ફિલ્મ ’જાને તુ યા જાને ના’થી ડેબ્યુ કર્યું. તે પહેલાં તે આમિરની ફિલ્મ ’કયામત સે કયામત તક’માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે દેખાયો હતો. હાલ તો ઇમરાન એક્ટિંગથી બ્રેક લઈને ફિલ્મ મેકિંગમાં હાથ અજમાવી રહૃાો છે. તે એકતા કપૂરના વેબ શો મોમ (માર્સ ઓર્બિટ મિશન)નું ડિરેક્શન કરી રહૃાો છે. આ શોમાં ભારતના મંગળ મિશનને દેખાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

Recent Comments

× Get Now Free E-Newspaper.