અમૃતા રાવના ઘરે પારણું બંધાશે, બેમ્બી બમ્પ સાથેની તસવીર વાયરલ

અનુષ્કા-વિરાટ, કરીના-સૈફ અલી ખાન, અનિતા હસનંદૃાની-રોહિત રેડ્ડી બાદ હવે વધુ એક કપલના ઘરે પારણું બંધાવાનું છે. એક્ટ્રેસ અમૃતા રાવ અને આરજે અનમોલ હવે માતાપિતા બનવા જઈ રહૃાા છે. વિવાહ ફિલ્મની એક્ટ્રેસ અમૃતાએ ૨૦૧૬માં આરજે અનમોલ સાથે લગ્ન કર્યા હતા. તેમના ઘેર જલ્દૃી જ નાનકડુ મહેમાન આવવાનું છે તેવી તેઓએ જાહેરાત કરી છે.

હાલમાં જ અમૃતાની પ્રેગનેન્સીની પહેલી તસવીર સામે આવી છે. હકીકતમાં બંને એકસાથે ક્લિનિકની બહાર સ્પોટ થયા હતા. ખબર અનુસાર, અમૃતાની પ્રેગનેન્સી વિશે બહુ લોકો જાણતા ન હતા.

મળેલી માહિતી અનુસાર, આ કપલ નાનકડા મહેમાનને વધાવવા બહુ જ ખુશ છે. લોકડાઉન પહેલા તે પ્રેગનેન્ટ થઈ હતી. બંને પોતાના ઘરમાં નવા મહેમાનને આમંત્રવા તૈયારીમાં લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.