અક્ષય કુમારની ’બેલ બોટમ’ ૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ સિનેમાઘરમાં રિલિઝ થશે

બોલીવુડના ખેલાડી અક્ષય કુમારએ પોતાની આગામી ફિલ્મ ’બેલ બોટમ’ની શૂિંટગ પુરી કરી લીધી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું શૂિંટગ લોકડાઉનમાં શરૂ થયું અને લોકડાઉનમાં સમાપ્ત થયું. આમ એટલા માટે થઇ શક્યું કારણ કે અક્ષય અનુશાસન અને ઝડપથી કામ કરવામાં વિશ્ર્વાસ ધરાવે છે. એક એ પણ તથ્ય છે કે તે બોલીવુડના બાકી અભિનેતાઓની તુલનામાં ફિલ્મનું શૂિંટગ ઝડપી પુરૂ કરે ચે. તેમની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે. હવે લોકડાઉનમાં તેમણે નવો રેકોર્ડ બનાવ્યો છે. તાજા સમાચાર અનુસાર અક્ષય પહેલાં એવા એક્ટર બની ગયા છે, જેમણે લોકડાઉનમાં પોતાની ફિલ્મનું શૂિંટગ શરૂ કર્યું અને તેને ખતમ પણ કર્યું.

અક્ષય કુમાર ગત ૧૮ વર્ષોથી દૃરરોજ ૮ કલાક કામ કરતા આવ્યા છે. પહેલીવાર લોકડાઉનમાં તેમણે આટલો સમય કામથી દૃૂર રહેવું પડ્યું હતું. પરંતુ જ્યારે તેમણે કામ શરૂ કર્યું તેની ભરપાઇ જલદૃી કરી લીધી. તેમણે ડબલ શિટમાં કામ કર્યું. મેક્ર્સે ફિલ્મનું શૂિંટગ પુરૂ કરવાની જાહેરાત કરી અને ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કર્યું. ફિલ્મની ટીમ લંડન ગઇ અને ૩૦ સ્પટેમ્બરના રોજ શૂિંટગ પુરૂ કરી લીધું. મહામારીમાં ફિલ્મનું શૂિંટગ પુરૂ થતાં અક્ષયે કહૃાુંક એ આ એક ટીમવર્ક છે અને હું ટીમના દૃરેક સભ્યનો આભારી છું, સ્પોટદૃાદૃાથી લઇને લાઇટ દૃદૃા, ટેક્નિશિયન, એકઅપ દૃાદૃ, અને મારી હીરોઇન વાણી, લારા, હુમા અને મારા નિર્દૃેશક રંજીત તથા વાસુજીનો આભાર વ્યક્ત કરું છું.

સાથે જ પ્રોડક્શન ટીમનો પણ, જેમણે અમારી યોજના પર વિશ્ર્વાસ મુક્યો. આજની નવી સ્થિતિમાં અમને અલગ રીતથી વિચારવાની તાકાત આપી છે, જેની અમારામાંથી કોઇને કલ્પના પણ ન હતી. અક્ષય કુમારની ’બેલ બોટમ’ ૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ સિનેમાઘરમાં રિલિઝ થશે. ફિલ્મના નવા પોસ્ટરમાં અક્ષય ખૂબ મસ્ત લાગી રહૃાા છે. તમને જણાવી દૃઇએ કે મહારીના લીધે ટોમ ક્રૂઝની ફિલમ ’મિશન ઇમ્પોસિબલ ૭’ અને ’જુરાસિક વર્લ્ડ: ડૉમિનિયન’ જેવી ફિલ્મોનું શૂિંટગ પણ હજુ પુરૂ થઇ શક્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.