શંકરિંસહ વાઘેલાની માંગણી પર ગૃહમંત્રી પ્રદિપસિંહનો જવાબગુજરાતમાંથી દારૂબંધી હટાવવી એ અશક્ય: ગૃહમંત્રી

છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં દારૂબંધી હટાવવામાં આવે તેવો ગણગણાટ શરૂ થયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરિંસહ વાઘેલાએ નિવેદન આપતા ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવાની માંગણી કરી હતી. જે બાદમાં સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ મામલે પોતાનું મંતવ્ય રજૂ કર્યાં હતાં. બીજી તરફ આજે ગાંધી જયંતિના દિવસે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવામાં નહીં આવે તેવું નિવેદન આપ્યું હતું. ગોધરા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરતાની સાથે સાથે વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. દરમિયાન પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાં દારૂબંધી અંગે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ આવું શક્ય નથી.

ગુજરાત સરકાર નશાબંધી માટે કટિબદ્ધ છે. કેટલાક લોકો દારૂબંધી હટાવવાથી કરોડોની આવક થશે અને ગુજરાતનો વિકાસ થશે તેવો મત ધરાવે છે, પરંતુ ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. દારૂની બધિને કારણે કેટલાય પરિવારો ઉજડી જાય છે. દારૂનો દૈત્ય કેટલીય બહેનોને વિધવા બનાવે છે. આ સરકાર બહેનોનાં ચૂડી ચાંદલાની રક્ષા કાજે દારૂબંધી માટે કટિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ માજી મુખ્યમંત્રી શંકરિંસહ વાઘેલાએ ગુજરાતમાં રૂબંધી હટાવવાની અંગેના લોકોના અભિપ્રાયો મેળવવાની શરૂઆત કરી હતી. આવું કરીને તેમણે આડકતરી રીતે ખુલ્લીને દારૂબંધી હટાવવાની તરફેણ કરી હતી.બીજી તરફ એવી પણ ચર્ચા જામી હતી કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પ્રવાસનને વેગ મળે તે માટે ગુજરાતમાં દારૂબંધ હટાવી દેવામાં આવશે. જોકે,પ્રદિપસિંહે સ્પષ્ટ શબ્દોમાં દારૂબંધી નહીં હટાવવામાં આવે તેવું કહીને આ તમામ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.