ભારત અને તાઈવાન વ્યાપાર સમજુતિને લઈને વાતચીત આગળ વધારે તેવી શક્યતા

ચીન તેની વિસ્તારવાદી નીતીના કારણે ભારતની સાથો સાથ તાઈવાનને પણ રંજાડવામાં કંઈ કસર નથી છોડી રહૃાું. પરિણામે ચીનની આ હરકતોના કારણે બંને લોકતાંત્રીક દેશો નજીક આવી રહૃાાં છે. હવે ભારત અને તાઈવાન બંને વ્યાપાર સમજુતિને લઈને વાતચીત આગળ વધારે તેવી શક્યતા છે. તાઈવાન અનેક વર્ષોથી ભારત સાથે ટ્રેડ ડીલની વાત કરવા માંગે છે પણ ભારતની અગાઉની સરકારો આમ કરવાનું ટાળી રહી હતી. આમ કરવા પાછળનું કારણ એ કે ભારત ચીનને નિરાશ નહોતુ કરવા માંગતુ. જોકે છેલ્લા કેટલાક મહિનાઓથી ચીન લદ્દાખ સરહદે ભારત પર દબાણ બનાવવાનું અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાને ખુલ્લુ સમર્થન આપી રહૃાું છે.

જેનો તોડ કાઢતા ભારત પણ તાઈવાન સાથે ટ્રેદ ડીલ કરવા આગળ વધ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, તાઈવાન સાથે ટ્રેડ ડીલથી ભારતને ટેક્નોલોજી અને ઈલેક્ટોનિક્સમાં વધારે રોકાણ આકર્ષિત કરવામાં મદદ મળશે. જોકે અધિકારીના જણાવ્યા પ્રમાણે હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, વાતચીત શરૂ કરવા અંતિમ નિર્ણય ક્યારે લેવામાં આવશે. ભારત સરકારે ઓક્ટોબર મહિનામાં જ સ્માર્ટફોન બનાવવા માટે અનેક કંપનીઓના પ્રસ્તાવોને મંજુરી આપી દીધી હતી. તેમાં તાઈવાનનું સ્માર્ટફોન ટેક્નોલોજી ગ્રુપ, વિસ્ટ્રોન ગ્રુપ અને પેગાટ્રોન કોર્પનો સમાવેશ થાય છે. આ મામલે વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ તત્કાળ કોઈ જ ટિપ્પણી કરી નથી. તાઈવાનના ટોચના ટ્રેડ વાતચીતકાર જોન દેગે પણ આ મામલે કોઈ જવાબ આપ્યો નથી.

ભારત સાથે તાઈવાનની સીધી વ્યાપાર વાતચીતને લઈને ચર્ચા શરૂ થાય તો તે તાઈવાનની એક મોટી સફળતા લેખાશે. ચીનના દબાણના કારણે દુનિયાના કોઈ પણ મોટા દેશ સાથે તાઈવાને ટ્રેડ ડીલ શરૂ કરવામાં ભારે સંઘર્ષ કરવો પડી રહૃાો છે. મોટા ભાગના દેશોની માફક ભારતે પણ તાઈવાનને ઔપચારીક માન્યતા નથી આપી. પરંતુ બંને દેશો વચ્ચે રિપ્રેઝેંટેટિવ ઓફિસિસના સ્વરૂપમાં બિનસત્તાવાર ડિપ્લોમેટિક મિશન જરૂર છે. બંન્ને દેશોએ પોતાના આર્થિક સંબંધો વધારે મજબુત બનાવવા માટે ૨૦૧૮મં એક દ્વિપક્ષીય વ્યાપાર સંધિ કરી હતી. ૨૦૧૯માં બેંને દેશો વચ્ચે વ્યાપાર ૧૮ ટકા વધીને ૭.૨ અબજ ડોલર પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW