ફોરેક્સ ટ્રેડીંગના નામે લાલચ આપી ૧ કરોડથી વધુનું કૌભાંડ, ૩ની કરાઈ ધરપકડ

રાજકોટ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ફોરેક્સ ટ્રેડીંગના નામે કોલસેન્ટર ચલાવી લોકોને લાલચ આપી ૧ કરોડથી વધુનું કૌભાંડ આચરનાર ત્રણ શખસની ધરપકડ કરી છે. પકડાયેલા ત્રણ શખસમાં જૂનાગઢના જયસુખ ચીનુભાઈ સરવૈયા, આશિષ ઉપેન્દ્ર દૃવે અને જિતેન્દ્ર હસમુખ જાગાણીનો સમાવેશ થાય છે,

જ્યારે આ કૌભાંડનો સુરતનો મુખ્ય સુત્રધાર પોલીસપકડથી દુર છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી સુરતના જયેશ હિંમતલાલ વાઘેલાની શોધખોળ હાથ ધરી છે. આ શખસો રોજ ૨૦-૩૦ હજારની લાલચ આપી લોકોને છેતરતા હતા. ઝડપાયેલા ત્રણેય શખસ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી) ૬૬(ડી) (સી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા શખસોએ સાઇબર ક્રાઈમ સમક્ષ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે લોકોને ફોરેક્સ ટ્રેડીંગમાં હજારો રૂપિયા કમાવી આપવાનું કહેવામાં આવતું હતું.

બાદમાં મેસેજ કરી લાઈવ ડેમો માટે પોતાનો સંપર્ક કરવા માટે મોબાઈલ નંબર આપતા હતા, આથી વધુ પૈસા કમાવાની લાલચ ધરાવતા લોકો અમારો સંપર્ક કરતા હતા અને અમે મેટા ટ્રેડર-૫માં અકાઉન્ટ ખોલાવવા માટે ૧ લાખ કે તેથી વધુ રકમની માગણી કરતા હતા. આ રકમ અમારા બેંક અકાઉન્ટ જમા થઈ જાય પછી ભોગ બનનારને મેટા ટ્રેડર-૫ નામની એપ ડાઉનલોડ કરાવી આપવામાં આવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.
Saurashtra Kranti

FREE
VIEW